thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
</div><div class="gpara">
તમારી મૂર્તિ વિના મારા નાથ રે... બીજું મને આપશો મા...<br/>
હું તો એ જ માગું છું જોડી હાથ રે...બીજું મને આપશો મા...<br/>
તમારી મૂર્તિ વિના... (ટેક)<br/>
આપો તમારા જનનો સંગ રે... બીજું મને આપશો મા...<br/>
હે...મને આપશો મા...<br/>
મારા જીવમાં એ જ ઉમંગ રે... બીજું મને આપશો મા... તમારી...1<br/>
મારા ઉરમાં કરો નિવાસ રે... બીજું મને આપશો મા...<br/>
હે...મને આપશો મા...<br/>
મને રાખો રસિયા તમ પાસ રે... બીજું મને આપશો મા... તમારી...2<br/>
એ જ અરજી દયાનિધિ દેવ રે... બીજું મને આપશો મા...<br/>
હે...મને આપશો મા... <br/>
આપો ચરણકમલની સેવ રે... બીજું મને આપશો મા... તમારી...3<br/>
કરો ઈતર વાસના દૂર રે... બીજું મને આપશો મા...<br/>
હે...મને આપશો મા... <br/>
રાખો પ્રેમાનંદને હજૂર રે... બીજું મને આપશો મા... તમારી...4<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>