<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> <link href="simple.css" rel="stylesheet" type="text/css" /> <style> </style></head><body><div class="main"> <div class="gtitlev3"> ભજી લે ભગવાન </div><div class="gpara"> ભજી લે ભગવાન, સાચા સંતને મળી... ટેક0<br/> વચનમાં વિશ્ર્વાસ રાખી, ભજનમાં ભળી;<br/> પૂરવ કેરાં પાપ તારાં તો જાશે બળી... ભજી 01<br/> ઓળખી લે અવિનાશી, રહેજે જ્ઞાનમાં ગળી;<br/> રીઝશે રંગરેલ વા’લો અઢળક ઢળી... ભજી 02<br/> કાળ તો વિકરાળ વેરી, વીંખશે વળી;<br/> કામ ને કુટુંબ તુંને નાખશે દળી... ભજી 03<br/> સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કૂડ તહાં કળિ;<br/> દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી... ભજી 04<br/> </div> <div class="chend"> ***** </div> <!-- --> </div> <!--main--> </body></html>