thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું
</div><div class="gpara">
ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે;<br/>
કોટિ રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે. 01<br/>
શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે;<br/>
પુષ્પના હારની પંકિત શોભે ગળે, નિરખતાં ભક્તનાં મન લોભે. 02<br/>
પંચરંગી પુષ્પનાં કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્પ કેરાં;<br/>
ચરણમાં શ્યામને નેપુર પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ઘણેરાં. 03<br/>
અંગોઅંગ પુષ્પના આભરણ પહેરીને, દાસ પર મહેરની દૃષ્ટિ કરતા;<br/>
કહે છે મુકતાનંદ ભજ દઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા. 04<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>