Spaces:
No application file
No application file
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
જે સ્વામિનારાયણ નામ લેશે | |
</div><div class="gpara"> | |
જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે;<br/> | |
છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જ ગણાય એક...1<br/> | |
જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજાં નામ રટ્યાં હજાર;<br/> | |
જપ્યા થકી જે ફળ થાય તેનું, કરી શકે વર્ણન કોણ એનું...2<br/> | |
ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;<br/> | |
સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે...3<br/> | |
ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;<br/> | |
જ્યાં જ્યાં મહા મુક્તજનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય...4<br/> | |
જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય;<br/> | |
તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદૃબુદ્ધિ જાગે...5<br/> | |
તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાસી જાય;<br/> | |
શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે...6<br/> | |
ષડક્ષરો છે ષટ્ શાસ્ત્રસાર, તે તો ઉતારે ભવસિન્ધુ પાર;<br/> | |
છયે ઋતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે...7<br/> | |
પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સ્મરવું સનેહે;<br/> | |
જળે કરીને તનમેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય...8<br/> | |
જેણે મહાપાપ કર્યાં અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ, ધેનુ, સંત;<br/> | |
તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં...9<br/> | |
શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;<br/> | |
પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું...10<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |