thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
ઘનશ્યામ નામને હું જાઉં
</div><div class="gpara">
ઘનશ્યામ નામને હું જાઉં વારણે રે<br/>
હે... પ્રગટ્યા પુરુષોત્તમ અમ કારણે રે... ટેક...<br/>
આવ્યા દીન તણાં દુ:ખ કાપવા<br/>
નિજ જનને વાંછિત સુખ આપવા... ઘનશ્યામ...1<br/>
આવ્યા અધર્મનાં મૂળ ઉખાડવા<br/>
કળિમળરૂપ મતને પાછો પાડવા... ઘનશ્યામ...2<br/>
ધરી મૂર્તિ મુનિ મન મોહની<br/>
જાદુગારી વ્હાલાજીની જોહની... ઘનશ્યામ...3<br/>
વશીકરણ ભર્યાં એનાં વેણ છે<br/>
સ્નેહ કરુણાભર્યાં એનાં નેણ છે... ઘનશ્યામ...4<br/>
અધમ ઓધારણ ભક્તવત્સલ ટેક છે<br/>
પ્રેમાનંદના સ્વામી એવા એક છે... ઘનશ્યામ...5<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>