thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
આવો મારા મીઠડા બોલા માવ
</div><div class="gpara">
આવો મારા મીઠડા બોલા માવ...<br/>
વ્હાલમ વ્હાલા લાગો છો સુંદર શ્યામ... આવો મારા...<br/>
વ્હાલમ્ મુજને વ્હાલા લાગો બહુ, નટવર સુંદર નાવ...<br/>
હેત કરી હૈયા પર રાખું, રસિયા જાદવરાવ... આવો મારા...<br/>
પલંગ ઉપર પધરાવું પ્યારા, દૂધડે પખાળું પાવ...<br/>
ભૂધર ભેટું પ્રેમ કરી મારે, ઘણા દિવસનો ભાવ... આવો મારા...<br/>
કેસર ચંદન ચર્ચી કરું હું તો, ફૂલડામાં ગરકાવ...<br/>
આંખલડીથી અળગા ન મેલું, શોભાના દરિયાવ... આવો મારા...<br/>
જેમ રાજી રહો તેમ કરું હરિ, ના જોઉં ન્યાય-અન્યાય...<br/>
પ્રેમાનંદના નાથજી તમ પર, પ્રાણ કરું ન્યોછાવ... આવો મારા...<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>