thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
આજ મારે ઓરડે રે
</div><div class="gpara">
પદ - 1<br/>
આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;<br/>
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ...1<br/>
નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;<br/>
શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ...2<br/>
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;<br/>
લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર...3<br/>
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;<br/>
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર...4<br/>
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર ?<br/>
સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર...5<br/>
પહેરી પ્રીતશું રે, સુરંગી સૂંથલણી સુખદેણ;<br/>
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ...6<br/>
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ;<br/>
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય...7<br/>
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોતીડું અમૂલ્ય;<br/>
કોટિક રવિ શશી રે, તે તો ના’વે તેને તુલ્ય...8<br/>
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;<br/>
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ...9<br/> <br/>
પદ - 2<br/>
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;<br/>
મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સ્નેહ...1<br/>
પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર;<br/>
જેવા નીરખિયા રે, તેવા વર્ણવું કરીને પ્યાર..2<br/>
બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;<br/>
તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર...3<br/>
બાજૂ બેરખા રે, બાંયે કપૂરના શોભિત;<br/>
કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત...4<br/>
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;<br/>
ચોરે ચિત્તને રે, હસતાં કમળનયનની કોર..5<br/>
હસતાં હેતમાં રે, સહુને દેતા સુખ આનંદ;<br/>
રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ...6<br/>
અદ્ભુત ઉપમા રે, કહેતાં શેષ ન પામે પાર;<br/>
ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસશૃંગાર...7<br/>
વ્હાલપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;<br/>
અંગોઅંગમાં રે, જાણે ઊગિયા અગણિત સૂર...8<br/>
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;<br/>
પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ...9<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>