thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
મારે ઘેર આવજો છોગલાં ધારી
</div><div class="gpara">
મારે ઘેર આવજો છોગલાં ધારી (2); <br/> લાડુ જલેબી ને સેવ સુંવાળી,
હું તો ભાવે કરી લાવી છું ઘારી... મારે 01<br/> <br/>
સુરણ પૂરણ ને ભાજી કારેલાં પાપડ વડી વઘારી;<br/>
વંતાક વાલોળનાં શાક કર્યાં, મેં તો ચોળાફળી છમકારી... મારે 02<br/> <br/>
કાજુ કમોદના ભાત કર્યાં, મેં તો દાળ કરી બહુ સારી;<br/>
લીંબુ કાકડીનાં લેજો અથાણાં, કઢી કરી છે કાઠિયાવાડી... મારે 03<br/> <br/>
વઘારેલા ભાતમાં નાંખ્યા વટાણાં, સૂકી કરી બટેટાની ભાજી;<br/>
પોચાં પોચાં પ્રેમથી થેપલાં બનાવ્યાં, ભાજી કરી તાંદળજાની તાજી... મારે 04<br/> <br/>
લૂણીની ભાજીનાં મૂઠિયાં બનાવ્યાં, મેં તો દીધાં મેથીમાં વઘારી;<br/>
નાની નાની રોટલીના ફૂલકાં બનાવ્યાં, પ્રેમે જમવા પધારો મારા સ્વામી...મારે..05<br/> <br/>
જળ રે ઘેલાની મેં તો ઝારી રે ભરાવી, તમે આચમન કરોને મારા સ્વામી,<br/>
હળવે હળવે જળ પીઓને પ્રભુ અવતારના અવતારી... મારે 06<br/> <br/>
લવીંગ સોપારી ને પાનબીડી વાળી, તજ એલચી જાવંત્રી સારી;<br/>
નિશદિન આવો તો ભાવે કરી ભેટું, એમ માગે જેરામ બ્રહ્મચારી... મારે 07<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>