Spaces:
No application file
No application file
File size: 4,782 Bytes
e0dcc0a |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 |
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
જમો, વ્હાલા ! પીરસ્યાં મેં... <br/>
(બપોરનો થાળ)
</div><div class="gpara">
જમો, વ્હાલા ! પીરસ્યાં મેં, ભોજનિયાં અપાર છે, <br/>
એક એક વાનગીમાં ભક્તિ પારાવાર છે... <br/>
જમો, શ્રીજી સંગે સ્વામિ-શ્રીહરિપ્રસાદ રે, <br/>
એક એક વાનગીમાં ભક્તિનો આસ્વાદ છે... <br/><br/>
ભલી ભલી ભાતની મેં રસોઈ બનાવી, (2) <br/>
પૂરણ-પોળી તો સ્વામિ કેવી મજેદાર છે... એક એક... <br/><br/>
રબડી, બાસુંદી ને દૂધપાક બનાવ્યાં, (2) <br/>
શીરો-પૂરી તો સ્વામિ કેવા મજેદાર છે... એક એક... <br/><br/>
લાડુ, કંસાર ને લાપસી મજાની, (2) <br/>
સેવ તો બાફેલી સ્વામિ કેવી મજેદાર છે... એક એક... <br/><br/>
મરચાં, પરવળ ને ભીંડા ભરેલાં, (2) <br/>
રીંગણ રવૈડાં સ્વામિ કેવા મજેદાર છે... એક એક... <br/><br/>
સૂવા, તાંદળજાની ભાજી બનાવી, (2) <br/>
શાક સરગવાનું સ્વામિ કેવું મજેદાર છે... એક એક... <br/><br/>
તુરિયા-પાતરાનું શાક બનાવ્યું, (2) <br/>
છાશ મધુરી સ્વામિ કેવી મજેદાર છે... એક એક... <br/><br/>
પાપડી રીંગણ ને શક્કરીયાં મંગાવ્યાં; કેળાં બટાકાં ને મુઠિયાં નંખાવ્યા, <br/>
ઊંધીયું સુરતી તો સ્વામિ કેવું મજેદાર છે... એક એક... <br/><br/>
અજમાના પાન ને મરચાં મંગાવ્યા; ગલકાં, કેળાં ને બટાકાં સમાર્યા, <br/>
ભજિયાં ને કંદપૂરી કેવાં મજેદાર છે... એક એક... <br/><br/>
લીમડી, ફૂદી ને કોથમીર કૂટાવી; આદુ, મરચાંને સાથ મીલાવી, <br/>
ચટણી ચટાકેદાર કેવી મજેદાર છે... એક એક... <br/><br/>
આદુ, હળદર ને મરચાં મજાનાં, (2) <br/>
કટકી કેરીની સ્વામિ કેવી મજેદાર છે... એક એક... <br/><br/>
કૃષ્ણ કમોદનો મેં તો ભાત બનાવ્યો, (2) <br/>
દાળ મગની મહીં મેથીનો વઘાર છે... એક એક... <br/><br/>
યોગીફાર્મ-વાસણાથી જળ રે મંગાવ્યાં; રૂડીને રૂપાળી રૂપા ઝારીમાં ભરાવ્યાં, <br/>
આચમન કરોને સ્વામિ અમૃત કેરી ધાર છે...એક એક... <br/><br/>
શેકેલા તલના મેં તો મુખવાસ બનાવ્યા, (2) <br/>
બીયાં કોળાના સ્વામિ કેવા મજેદાર છે... એક એક... <br/><br/>
તજ, લવિંગ ને એલચી મંગાવ્યાં; કાજુ, પીસ્તા ને બદામ સેકાવ્યાં, <br/>
મુખવાસ મનગમતા સ્વામિ કેવા મજેદાર છે... એક એક... <br/><br/>
જમો, વ્હાલા ! પીરસ્યાં મેં, ભોજનિયાં અપાર છે, <br/>
એક એક વાનગીમાં ભક્તિ પારાવાર છે... <br/><br/>
જમો, શ્રીજી સંગે સ્વામિ-શ્રીહરિપ્રસાદ રે, <br/>
એક એક વાનગીમાં ભક્તિનો આસ્વાદ છે... (3) <br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html> |